Custom Search

3:22 PM

(0) Comments

વિચારો

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!


પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું



વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું



જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું



ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ રણમાં પાનીના આભાસથી દોટ મૂકી દઉ છું



બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું



સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું



રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું



વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું



જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ છીનવી લઉ છું



અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું

3:20 PM

(0) Comments

Baroda

Baroda મા જાત જાત ના લોકો વસતા,




ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.



ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,



કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.



ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,



ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,



ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,



ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,



ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી

3:17 PM

(0) Comments

રીસાયેલી કલમ

રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે,


રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે..



અમારી હથેળી ઓ તો જન્મ થી જ ખાલી છે,

છતા હસ્તરેખાઓ જોઇ આશાઓ ઉભરાઇ જાય છે..



લાગણી ઓ છે એમની નિર્જીવ પથ્થર જેવી,

પણ મારી વેદનાઓ ત્યાં જઇને જ કોતરાઇ જાય છે..



લખતા ખુટી જાય અગર શાહી ક્યારેક તો,

ખૂન પણ આલેખાવા તૈયાર થઇ જાય છે..



વહેતી કરવા બેઠા છીએ આજે ખુશીઓ ની સરીતા,

પણ કોણ જાણે કેમ દર્દ ભરેલી કવિતા રચાઇ જાય છે

3:16 PM

(0) Comments

જુદી જિંદગી

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;


જુદી બંદગી છે નમાજે – નમાજે.



છે એક જ સમંદર, થયું એટલે શું ?

જુદા છે મુસાફર જહાજે – જહાજે.



ભલે હોય એક જ એ અંતરથી વહેતા,

છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.



જુદા અર્થ છે શબ્દના બોલવા પર,

છે શબ્દોય જુદા અવાજે – અવાજે.



જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,

છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.



હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,

જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.



તમે કેમ હજીયે છો ગાફિલ ?

જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે

9:51 PM

(0) Comments

અમદાવાદ હોટલ

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.
હોટલમાં બે વિભાગ હતા - .સી વાળો વિભાગ અને - નોન .સી વાળો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ .સી વાળા વિભાગમાં જવાયને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ , -મિઠાઈનો વિભાગ અને - ફરસાણનો વિભાગ
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ, - શુધ્ધ ઘી અને -વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ -ઉધાર અને - રોકડા
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જાવ સે ?
મે કિધુ ઉધારમાં જવાય ને !
દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે
ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુતુમહેરબાની કરીને બીજીવાર આવવુ નહી

9:47 PM

(0) Comments

Career Song - The 8 stages

1. when in college : Hum honge kaamiyaab, Hum honge kaam iyaab ek din.....
Candy Cane 1
    Candy Cane 1     Candy Cane 1    Candy Cane 1    Candy Cane 1    Candy Cane 1   
2. when giving interview to Multi National Company: Tu hi re.. Too hi re ....tere binaaa main kaise jiyunn....
Heart Glasses
  Heart Glasses   Heart Glasses  Heart Glasses  Heart Glasses  Heart Glasses  Heart Glasses  
3.    waiting for interview result: Intehaa ho gai Intzaarki.. aayinaaa  kuch khabar mere yaarki ...
ShiverShiverShiver ShiverShiverShiver Shiver

4. just joined: Too cheez badi hai mast mast.....
Soldier's Kiss Soldier's Kiss Soldier's Kiss Soldier's Kiss Soldier's Kiss Soldier's KissSoldier's Kiss Soldier's Kiss

5. after some time: Ye kahaan aa gaye hum??
  Club Me   Club Me  Club Me   Club Me
6. After some more time: Naa koyi umang hai, naa koyi tarang hai,   meri jindagi ek kati Pathang hai (booohoooo)
    Sleeping       Sleeping    Sleeping       Sleeping    Sleeping       Sleeping    Sleeping
7. floating the resume: kabootar ja ja ja... kabootar ja ja ja... pehele pyar ki peheli chitthi...
    Angel   Angel  Angel  Angel  Angel  Angel  Angel
8. finally when you don't get a better offer any longer:  
Crying 2   Crying 2    Crying 2       Crying 2     Crying 2     Crying 2   Crying 2        Crying 2
     

  Jeena     Yehaan, marna Yehaan iske siwa jaana   Kahaa...!!!

Pakko Gujarati