Custom Search

8:20 PM

(0) Comments

કોલેજકી ગલિયોંમેં

[] કોલેજકી ગલિયોંમેં અજીબ ખેલ હોતા હૈ, ક્લાસમેં બૈઠે બૈઠે દિલોંકા મેલ હોતા હૈ, નોટ્સકી જગા લવ-લેટર એક્સચેન્જ હોતા હૈ,,,, ઇસીલિયે ‘આશિક’ હંમેશા ફેઇલ હોતા હૈ,
[] દિકરો- બાપા, હું પાસ થાંઉ તો?, બાપા- તને ‘પલ્સર’ લઇ આલીશ, ફરવા માટે.
દિકરો- અને ફેલ થયો તો?, બાપા- ‘રાજદૂત’ લઇ આલીશ, દૂધ વેચવા માટે,,,,
[] કલેક્ટર બનના હૈ તો એએસ પઢો, ડોક્ટર બનના હૈ તો એમબીબીએસ પઢો, લોયર
બનના હૈ તો એલએલબી પઢો ઔર બેવકૂફ બનના હૈ તો જેજે [જોક્સ-જંક્શન] પઢો,,,,
[] એક્ઝામમેં,,,,,અગર પેપર હાર્ડ લગે,,,,,કુછ સમજમેં ના આયે,,,,તો 1 ગહરી સાંસ લો,,,,,
ઔર જોર સે ચિલ્લાઓ,,,,’કમીનોંઓઓઓઓ,,,,અગર ફેલ હી કરના હૈ તો એક્ઝામ હી
ક્યું લેતે હો?
[] સારે લેક્ચર હમ ભર ભર કે જીયે, એક બન્ક હમેં અબ તો કરને દો. સારે સેમિસ્ટર રટ
રટ કે મરે, એક પાર્ટી હમેં અબ તો કરને દો. ગિવ મી સમ ગર્લફ્રેન્ડ, ગિવ મી સમ પ્યાર,
ગિવ મી અનધર ચાન્સ, આઇ વોન્ટ ટુ ‘ફેઇલ’ ઇન એક્ઝામ,,,,
[] સન્તા એક્ઝામ આપવા ગ્યો, એણે એક્ઝામિનરને પૂછ્યું, ‘સર, આન્સરસીટ કે પહલે પન્ને
પર ક્યા લિખું?’
‘લિખો, ઇસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉન કા કિસી ભી પાઠ્યપુસ્તક,
અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઇ લેના દેના નહીં હૈ’,,,,
[] બાપાએ છોકરાને ધમકી આપી, ‘જો આ વખતે તું પરીક્ષામાં નાપાસ થયો તો મને
‘બાપા’ ના કહેતો’,,, છોકરો રિઝલ્ટ લઇને ઘેર આવ્યો, બાપાએ પૂછ્યું, ‘શું થયુ’?
છોકરો- ‘મારુ દિમાગ ના ખાઓ, ચિમનલાલ’,,,,
[] છોકરીઓ એક્ઝામનું પેપર લખતી વખતે કઇ 7 ચીજો કરે છે?
[1] લખે છે [2] લખે છે [3] લખે છે [4] લખે છે [5] લખે છે [6] લખે છે [7] લખે છે
છોકરાઓ પેપર લખતી વખતે કઇ 7 ચીજો કરે છે?
[1] ક્લાસમાં બેઠેલી છોકરીઓની સંખ્યા ગણે છે, [2] યુવાન લેડી સુપરવાઇઝરને
ધ્યાનથી જુએ છે, [3] પેપર પર મોર્ડન આર્ટ દોરે છે, [4] પેન્ટ અને સર્ટમાં છૂપાવેલી
કાપલીઓની જગા અદલ બદલ કરે છે, [5] આખી રાત ઉજાગરો કરવા છતાં કશું વંચાયું
નઇ એ બદલ દોસ્તોને મનમાં ગાળો આપે છે, [6] આ પેપરમાં એટીકેટી આવે ત્યારે કેવી
નવી રીતે ચોરી કરવી એના પ્લાન ઘડે છે, [7] એક કલાકમાં પેપર લખાઇ જશે પછી
બાકીનાં બે કલાક ક્યાં ટાઇમપાસ કરીશું એ વિચારે છે,,,,,

8:19 PM

(0) Comments

આજના વિદ્યાર્થીઓ

[] આજના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ હિન્દી ફિલ્મોનાં ટાઇટલ્સ જેવી લાગે છે,,,
એક્ઝામ=કલયુગ, એક્ઝામિનર= કાલિયા, પેપર= પહેલી, સપ્લીમેન્ટરી= કોરા કાગઝ, માર્ક્સ= અસંભવ, કોપી= અકસર, પાસ= અજુબા,,,,,,
[] સી.એ થએલી છોકરીને છેડવી નઇ, કારણ એ છંછેડાશે તો તમને કેવી કેવી સંભળાવશે?
‘સાલે બાઉન્સ ચેક, ધરતી પે લાયેબિલીટી, પૈદાઇશી લોસ, ફાલતુ કા સન્ડ્રી એક્ષપેન્સ, ઘટતી હુઇ પેટી કેશ, અક્કલકા સ્ટાન્ડર્ડ ડિડક્શન, એક ઝાપટ મારુંગી તો બેલેન્સ સીટ ટેલી નહીં હોગી ઔર રિફંડ મેં અપને દાંત મિલ જાએંગે,,,,
[] ખાંડના ભાવ વધી ગ્યા છે, શરદ પવાર કહે છે કે લોકોએ ખાંડનો ઉપયોગ ઘટાડી દેવો જોઇએ, કોલેજનાં છોકરાઓ રાહ જોઇને બેઠા છે કે શરદ પવાર ક્યારે કપડા મંત્રી બને,,,,
[] પહેલા હું ચા ગાળવાની ગળણીયો વેચતો’તો પણ સ્વાઇન ફ્લુનો વાવર શરૂ થયો કે તરત મેં મ્હોં પર બાંધવાની પ્લાસ્ટીકની ઝીણી જાળી વેચવાનું ચાલુ કર્યુ,,,, ને માનશો! હાલ સારી એવી કમાણી થાય છે,,,,
[] સ્વાઇન ફ્લુ શરૂ થતાં લોકો નાક ઉપર રૂમાલ બાંધતા થઇ ગ્યા ને એમાં પણ ચિત્ર-વિચિત્ર ડીઝાઇનો વાળા રૂમાલ નીકળ્યા, મેં ભાજપનું ‘કમળ’ અને કોંગ્રેસનો ‘પંજો’ તેમજ અન્ય ડીઝાઇનોવાળા રૂમાલ બનાવ્યા અને મારો ધંધો ખૂબ જામી ગ્યો,,,,,
[] સ્વાઇન ફ્લુથી બચવા મેં મારી પત્નીને મ્હોં પર બૂકાની બાંધીને જ બહાર જવા સમજાવી,,,,,, ને મને ખૂબ ફાયદો થઇ ગ્યો, બૂકાનીને કારણે એ બહાર જઇ ઠંડા પીણા, ગંદા પાણી-પૂરી ખાતી બંધ થઇ ગઇ ને મારા પૈસાની બચત થઇ,,,,,,
[] અગાઉ થીએટરમાં ફિલ્મ જોવા જતા ત્યારે આગલી હરોળમાં બેઠેલા છોકરા-છોકરીઓ એકબીજાને ગાલ પર ‘બકી’ કરતા, ચુંબનોની વર્ષા વરસાવતાને પાછળ બેઠેલાઓ એ જોઇ પરેશાન થઇ જતા, સ્વાઇન ફ્લુ ચાલુ થતાં ,,,,,,હવે એ લોકો પણ રૂમાલ બાંધીને આવે છે ને અગાઉના ગાંડાવેળા બંધ થઇ ગ્યા,,,,,,,
[]છગન કુતરા ની પુછડી માં પાઇપ ભરાવી રહ્યો હતો.
મગનઃ અલ્યા છગન કુતરા ની પુછડી કોઇ દિવસ સીધી ના થાય.
છગનઃ મૂરખ, કૂતરા ની પુછડી સીધી નથી કરી રહ્યો, હું તો પાઇપ વાળી રહ્યો છુ.

વિજયઃ મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ પૈસા હૈ, તુમ્હારે પાસ કયા હૈ ?
રવિઃ મેરે પાસ ભી ગાડી હૈ, બંગલા હૈ પૈસા હૈ, તુમ્હારે પાસ કયા હૈ ?
ડાયરેકટર વચ્ચે પડી ને બોલ્યો તો કમીનો માં કીસકે પાસ હૈ રે...
[] એક મજેદાર એસએમએસ છે કે જેને ઉપરથી નીચે સુધી વાંચી લીધા પછી નીચેથી ઉપર સુધી વાંચો આખી સિચ્યુએશન ઉંધી થઇ જશે, [સગાઇ પછીનું દ્રષ્ય]
પુરૂષ- આહા! આ દિવસની

8:18 PM

(0) Comments

ભૂલ

અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
નિરાકારી નિરંજન રૂપને આકારવા બેઠા.

દલીલો પર નથી નિર્ભર છતાં એના જ ટેકા લઈ,
જગતના મૂળ એવા તત્વને આધારવા બેઠા.

રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.

બધાયે ભાવ અંવેદન તરલ પાણી હવા જેવા,
અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.

નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.

8:17 PM

(0) Comments

પપ્પા and પપ્પુ

પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર."
પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ."
પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે."
પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!"
પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે...
પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું."
બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે."
પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!"
બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.."
છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે....
પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું."
પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે..."
પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે."
પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!"
મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ

8:13 PM

(0) Comments

હસતો રહ્યો (ગઝલ) – જયમિત પંડ્યા

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઇના ઇકરાર ને ઇનકાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો
કોઇની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વિકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો
ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો,
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઇ
એ કિનારે જઇ ડૂબી હું ધાર પર હસતો રહ્યો,
ભોમીયાને પારકો આધાર લેતો જોઇને
દૂર જઇ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.

Pakko Gujarati