"રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું ?
હરદમ જો તેની યાદ રડાવે તો શું કરું ?
ખબર મળ્યાં હતા કે થાસે મુલાકાત સ્વપ્નામાં,
પણ રાતભર જો ઊંઘના આવે તો શું કરું??
મારા દિલમાં શુ છે તેની જો કોઇને જાણ થાય
દુઃખ શુ હોય છે સાચુ, તેની બધાને ઓળખાણ થાય!!
એ બેવફા છે જાણું છું છતા ચાહું છું તેને હજી
મારી કલમથી તે બેવફાનાં આજે પણ વખાણ થાય!!
નહી વાંચી શકો તમે મારા જીવનની કહાની
એ પાના ફાડી નાખજો જ્યાથી શરુ મારુ લખાણ થાય!!
4:53 PM
લખાણ
Josh
4:53 PM
લખ મને
Josh
કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
જો શક્ય હોયતો 'પ્રેમના ટહુકા' લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું, આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો.... વડે ઝઘડા લખ મને !
કોઇ મને, બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે, તારાં એ પગલાં લખ મને !
જો શક્ય હોયતો 'પ્રેમના ટહુકા' લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું, આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો.... વડે ઝઘડા લખ મને !
કોઇ મને, બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે, તારાં એ પગલાં લખ મને !