Custom Search

7:02 PM

(0) Comments

પ્રેમ..

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે... એ પ્રેમ છે,


આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે... એ પ્રેમ છે.



હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,

પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે... એ પ્રેમ છે.



બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,

એટલું સમજી શકો કે કેમ છે... એ પ્રેમ છે.



‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,

શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે.... એ પ્રેમ છે.



બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,

શેષ મારામાં પછી જે પણ બચે... એ પ્રેમ છે.



શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,

આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે... એ પ્રેમ છે.



રાત આખી બેકરારી થઈ, મને ડંસતી રહે,

ને સવારે શબ્દ થઈ ચૂમે મને.... એ પ્રેમ છે.
0 Responses to "પ્રેમ.."

Post a Comment

Pakko Gujarati