Custom Search

4:59 PM

(0) Comments

કાચ્ચી લીંબોળી જેવી છોકરી

લુંમઝૂમ લચકાતા લીલાછમ્મ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એક્કેયે કોશમાં;
સોળસોળ શમણાંથી હાલ્લક ડોલ્લક યાને ઝરણાંઓ સર્પીલાં જોશમાં;
ઉડતા અંકાશ બને, કલરવની ભાત બને, વાંચતા બની જાય કંકોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

છોકરીના હોઠ જાણે ઉડતા પતંગિયાની પાંખોનું ફરફરતું ગાન!
ગુલ્લાબી લ્હેરખીની નમણી સુગંધ પણ કાંકરી મારોન્ને તોફાન;
મેંતો શબ્દોથી શણગારી, પાંપણથી પંપાળી, હળવેથી હૈયામાં કોતરી.
કાચ્ચી લીંબોળી જેવી છોકરી.......
0 Responses to "કાચ્ચી લીંબોળી જેવી છોકરી"

Post a Comment

Pakko Gujarati