Custom Search

4:59 PM

(0) Comments

એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી

એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.
મોભારે ક્યારનોય બોલે છે કાગડો ને ફળિયામાં કોઇ સંચરતું નથી.

ચકલી આવી ને બોલી ચીંચીં તો છોકરીએ આંખોને કેમ પછી મીંચી?
છોકરીનું હોવું તો મુઠ્ઠી કલરવ એને કોણ રોજ ભરતું તું સીંચી?
હવે છોકરીમાં કોઇ ફરફરતું નથી.
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.

છોકરીનું સપનું તો તૂટેલી ઠીબ એમાં કોણ આવી ચાંચને ઝબોળે!
પાંખો વિનાની સાવ છોકરી આંખોમાં હવે પીંછાનાં દરિયાને ડહોળે.
હવે છોકરીને કેમ કોઇ ફળતું નથી?
એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી......
0 Responses to "એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી"

Post a Comment

Pakko Gujarati