Custom Search

7:03 PM

(0) Comments

રંગ

મેં તો રંગ્યો હતો એને, દીલડા ની સંગ,


તો'યે સાહ્યબા ની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ,

.....મારા સાહ્યબા ની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ.....



ચાર દિશા માં ક્યાય નહિ, ને મેગ્ધનુષ માં ન્હોતો,

વ્હાલમ ને મન 'એજ' વસ્યો, ને એજ રહ્યો રંગ જોઈતો,

એનો ડાઘ પડ્યો તે "મૂળ" થી ધોવા મથી રહી હું દંગ..

.....મારા સાહ્યબા ની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ.......



રંગની ઉપર રંગ ચઢે તે મૂળનો તો રંગ "ધોળો" ,

સાહ્યબો મારો દિલ નો ભલો, શિવજી જેવો ભોળો ભોળો ,

કોઈ 'ભીલડી' એ આવી ભોળવી એના તપ નો કર્યો ભંગ

.....મારા સાહ્યબા ની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ...........



રંગ તો એવો જાલિમ જાણે જમદૂતે ઝંખેલો,

ક્યાંથી લાગ્યો..? પાતાળ-ભેદી નાગણ નો ડંખેલો ,

એના ઝેર ની ઝપટ લાગી, મને ફૂટ્યો અંગે-અંગ

.....મારા સાહ્યબા ની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ...



મેં તો રંગ્યો હતો એને દીલડા ની સંગ,

તો'યે સાહ્યબા ની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ,

મારા સાહ્યબા ની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ............
0 Responses to "રંગ"

Post a Comment

Pakko Gujarati