ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે?
એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે.
એક પ્રેમીકા, તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે,
તું કેમ મને પસંદ કરે છે? તું કેમ મને પ્રેમ કરે છે?
પ્રેમીઃ “હું તેનું કોઇ કારણ કહી શકું તેમ નથી, પણ હા, તું મને ખુબ જ પસંદ છે.”
પ્રેમીકાઃ જો તું મને તેનું કોઇ કારણ ના કહી શકે તો.. તું મને કેવી રીતે પસંદ
કરી શકે અને પ્રેમ કરી શકે ?
પ્રેમીઃ મને ખરેખર તેનું કારણ નથી ખબર, પણ હું એ સાબિત કરી શકું કે હું તને પ્રેમ કરું છું.
પ્રેમીકાઃ સાબિત ? ના હું ઇચ્છું છું કે તું મને કારણ કહે. મારી એક મિત્ર નો દોસ્ત
તેને કેમ ચાહે છે તેનું કારણ કહી શકે છે તો તું કેમ નહીં ?
પ્રેમીઃ સારું સારું…. અને તેણે કારણ આપવાનું ચાલું કર્યુ.
૧. કારણકે, તું ખુબ સુંદર છે.
૨. કારણકે, તારો અવાજ ખુબ મધુર છે.
૩. કારણકે, તું મારી સારસંભાળ રાખે છે.
૪. કારણકે, તું ખુબ જ પ્રેમાળ છે.
૫. કારણકે, તું મુક્તવિચારો ધરાવે છે.
૬. કારણકે, તારું સ્મિત ખુબ જ સુંદર છે.
૭. કારણકે, તારી દરેક હરકતો મને પસંદ છે.
પ્રેમીકા, પ્રેમી ના મુખે કારણો સાંભળી ને ખુબ જ ખુશ થઇ ગઇ.
અને થોડા દિવસ પછી, પ્રેમીકા નો અક્સ્માત થયો અને તે કોમા માં જતી રહી.
તેના પ્રેમી એ એક પત્ર લખીને તેની બાજુ માં મુક્યો અને તેમાં લખ્યુ હતું,
૧. તારો અવાજ ખુબ જ મધુર હતો કે જેના લીધે હું તને પ્રેમ કરતો હતો,
પણ હવે તું બોલી નથી શકતી તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૨. તારી સારસંભાળ રાખવા ની આદત મને પસંદ હતી, પણ હવે તો
તે કરી શકતી નથી તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૩. તારું હસવું તારી હરકતો, પણ હવે તું તે કરી શકતી નથી, તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૪. જો પ્રેમ ને કારણોની જરૂર પડે, કે જેવી અત્યારે પડે છે,
તો એવું કોઇ કારણ નથી, મારા માટે કે હું તને વધુ પ્રેમ કરી શકું.
શું પ્રેમ ને કારણ જોઇએ ?
ના, માટે હું હજુ પણ તને જ પ્રેમ કરું છું.
3:16 PM
પ્રેમ
Josh
1 Response to "પ્રેમ"
Post a Comment