(મંદાક્રાંતા છંદ રાગ)
જો-જો કેવા ધતિંગ કરશે પ્રેમિકા જાણીજોઇ,
પ્રેમિ બળશે એવી મુંઝવણે કરિ મેં ભુલ કાંઇ!?
મોહ મચકોડે આંખો અગનની જલતી ધૂ-ધૂ મશાલો,
જાણે ફુટશે મુખ-કમળથી ગાલીયું બે-ચાર કોઇ,
આજે આવ્યો મોડો પાછો,ફૂલ પણ ગયો ભુલી,
કાલે મારો મિસ્ડ કોલ જોઇ કોલ ના કર્યો ફરી,
આવો કેવો પ્રેમ તારો એવી ફરિયાદ એની..
(અનુષ્ટુપ છંદ રાગ)
ફરી જો મોડો પડ્યો,કે કોલ-બેક ના કર્યો,
ફૂલ જોડે ચોકલેટ પણ આપવી પડશે પછી,
આખરી આ ચેતવણી,ત્રીજી વાર મને મળી,
તોય ખાતરી મારી કે મળશે હજી ઘણી-ઘણી..
(મંદાક્રાંતા છંદ રાગ)
ભુલો આવી અક્ષમ્ય કરીને,ઉભો હું નિર્લજ્જ જેવો,
એની એવી ચીઢ એને કે,પ્રાયશિત કરાવી લેવો,
નહિ તો ભવિષ્યે વંઠી જાશે,માનશે ના વાત કોઇ,
કોફી સાથે શોપિંગ કરાવજે,તો જ જાશે પાપ ધોઇ..
(અનુષ્ટુપ છંદ રાગ)
ડિનર તો બહાર કરીશું પણ,આઇસક્રિમ ખવડાવજે હની,
વારંવાર કહેજે લવ યુ,જુદાં પ્રેમ-શબ્દો ભણી,
આપણા ડેટ ની આ વાતો,બીજાં ને કરતો નહિ,
બીજાં કોઇ જાણશે જો,ભુલો કેવી તે કરિ!!
કહેશે મને સજા કરવાં,હજી થોડી આકરી..
-ચિન્મય જોષી.
2:27 PM
0 Responses to "આજની પ્રેમિકાઓની વ્યથા-કથા.."
Post a Comment