Custom Search

9:35 PM

(0) Comments

તારા વિશે લખું.

પત્રમાં વાદળ લખું
બસ પ્રિયે કાગળ લખું

ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું

ઊંટના પગલાં ગણું
રેત પર મૃગજળ લખું

શબ્દમાં ટહુકા ભરી
સપ્તરંગી જળ લખું

આટલું તારા વિશે,
મૌનમાં ઝળહળ લખું.
0 Responses to "તારા વિશે લખું."

Post a Comment

Pakko Gujarati