મિલો વાહનો અને સ્મશાનમાંથી નીકળતો ધુમાડો
ચારે દિશાઓને કરે છે ધૂંધળી
આજ ધૂંધળાપણમાં આજનો માનવી
ખોવાયો છે.
પાણીના ધસમસતા પ્રવાહની જેમ
માનવી માનવ મહેરામણમાં
ખોવાયો છે.
સંધ્યા સમયે છૂપાયેલા સૂર્યની જેમ
માનવી ફાઈલો અને મોબાઈલમાં
ખોવાયો છે.
ઉત્તરાણમાં ચગતા પતંગોની જેમ
માનવી સિદ્ધીઓ હાંસિલ કરવામાં
ખોવાયો છે.
કાપડ બનાવવામાં વણાયેલા દોરાની જેમ
માનવી પોતે, પોતાનામાં જ
ખોવાયો છે.
9:35 PM
0 Responses to "આજનો માનવી."
Post a Comment